Monday, March 12, 2012

અમદાવાદ

અમદાવાદ-ધબકતું અને વિકસતું શહેર

અમદાવાદ-601 વર્ષનો ઇતિહાસ ધરાવતું શહેર,જેને અહેમદશાહ બાદશાહ થી લઈને નરેન્દ્ર મોદી સુધીના સત્તાધીશો જોયા છે.

અમદાવાદ- એક જમાનામાં સોથી વધુ કાપડની મિલો ધરાવતું શહેર,જે આજે ‘Verro Moda’ અને ‘Jack and John’ ના શો-રૂમ ધરાવે છે.

અમદાવાદ-જ્યાં એક જમાનામાં માણેકચોકમાં ખરીદી કરવા માટે લોકોના ટોળાં વળતા,એ શહેર આજે એક ડઝનથી પણ વધુ મોલ્સ ધરાવે છે.

અમદાવાદ- માણેકનાથ બાવાના શ્રાપથી શ્રાપિત એ શહેર જે આજે વિશ્વના નકશા પર પોતાની અલગ જ ઓળખાણ લઈને અડીખમ ઉભું છે.

અમદાવાદ- ગાંધીજીની કર્મભૂમિ અને ડૉ.વિક્રમ સારાભાઈની જન્મભૂમિ

અમદાવદ- IIM,NID,CEPTમાં ભણવા આવતાં બિંગુજ્રાતીઓંને ખુલ્લા મને આવકારતું શહેર.

અમદાવાદ- બિનઅમદાવાદીઓંને વેપાર કરવાની તક અને આવકાર આપતું શહેર.

અમદાવાદ-ભારતની એકમાત્ર સફળ BRTSનું શહેર

અમદાવાદ-ભૂકંપ અને કોમી રમખાણો પછી ઝડપથી ઊભું થઈને દોડવા લાગેલું શહેર

અમદાવાદ- ખાડિયાની પોળ,ગલી,ખડકી અને માણેકચોકમાં ખોવાતું શહેર.

અમદાવાદ- બાપદાદાના ઇતિહાસ પર ગર્વ લેતા શીખવાડતું શહેર.

અમદાવાદ- ચાઈનીઝ ભેળ અને મેક્સિકન ઈડલી પ્રેમથી ઝાપટતું શહેર.

અમદાવદ- વરસાદના પહેલા છાંટે દાળવડા અને નવરાત્રીની છેલ્લી રાતે ફાફડા જલેબી ખાતાં શીખવતું શહેર. (એમ ના કરો તો તમે અમદાવાદી નથી બોસ્સ)

અમદાવાદ- કંદોઈની પાંચ પાંચ પેઢીઓ આવવા છતાં એ જ સ્વાદની પરંપરા ચાલુ રાખતું શહેર.

અમદાવાદ-નવતાડનાં સમોસા અને જસુબેનનાં પિઝ્ઝા નું શહેર.

અમદાવાદ-નદીના બંને કાંઠે અલગ-અલગ સંસ્કૃતિ ધરાવતું શહેર.

અમદાવાદ- નગીનાવાડી અને અડાલજની વાવનું શહેર

અમદાવદ- ભારતના પહેલા પ્રાઇવેટ FM રેડીઓ અને પહેલા મલ્ટીપ્લેક્સનું શહેર.

અમદાવાદ- દારૂબંધી ને કારણે ખાવાનાનો નશો કરતું શહેર.


અમદાવાદ- કટિંગ અને મસ્કાબનનું શહેર.


અમદાવાદ- મારું શહેર


અમદાવાદ- આ બધા સિવાય પણ બીજી અનેક વિશેષતા ધરાવતું શહેર.

5 comments:

  1. દારૂબંધી ને કારણે ખાવાનાનો નશો કરતું શહેર! Really???

    ReplyDelete
  2. I am lovin it!

    Being born barodian, i did had anti-amdavadi cromosomes ..

    but dont know when gradually i fell in love with ahmedabad..
    the liveliness, the open spirit, the timeless streets..
    the city that makes u run, fast, faster , fastest..
    wich choaks u with emotions, surprises and shorgul!

    I just love Ahmedabad :) and ahmedabadis :p

    ReplyDelete
  3. @ Vishal

    To know that you've to be Amdavadi

    @Bhums,
    Oye Hoye!! And amdavadis love you too!!!! :) :-*

    ReplyDelete
  4. But દારૂબંધી hai kahan? Idhar to bade aaram se sab milta hai. :D

    ReplyDelete
  5. Black me... white me nahi,just like MH.

    ReplyDelete