ઘણા લોકોના મનમાં એવો વિચાર આવે છે કે મહિલાઓ માટે શા માટે એક વિશિષ્ટ દિન રાખવો પડે છે? મને પણ પહેલા આવા વિચારો આવતા હતા, પણ પછી મને થયું કે મહિલાઓને એક વિશિષ્ટ દિવસ ની ખરેખર જરૂરત છે.
હવે લોકોને થશે કે એક બાજુ હું કહું છું કે સ્ત્રી-પુરુષ બંને સમાન છે, તો પછી હું કેમ women's dayની તરફેણમાં છું. તો આ રહ્યા એના કારણો:
- આ દુનિયામાં તમામની જીન્દગી એક સ્ત્રીનેજ આભારી છે.
- આ દુનિયાના તમામ પુરુષોને પ્રોપર ડ્રેસિંગ સેન્સ આપનાર એક સ્ત્રી છે
- સહુની જીન્દગી સ્ત્રીને ફરતે જ હોય છે.
- સ્ત્રીની જીન્દગી ઘરના તમામ સદસ્યને ફરતે ગોળ-ગોળ ફરતી હોય છે.
તો પછી એક એવી વ્યક્તિને, જે તમારી પસંદ-નાપસંદનું ધ્યાન રાખતી હોય, તમારી તમામ જરૂરિયાત પૂરી કરતી હોય એવી વ્યક્તિને આદરની નજરોથી જોવાથી તમે કંઈ નાના નથી થઇ જવાના.
લોકો ભલે આજે એમ કહેતા હોય કે હવે તો આજ-કાલની સ્ત્રીઓ ઘરની બહાર નીકળીને,ઓફિસોમાં કામ કરતી થઇ છે. પણ શું એમ કરવાથી એમની જવાબદારીમાં ઘટાડો થયો છે? જો સ્ત્રી ઘર અને બહાર બંને જગ્યા એ કામ કરી શક્તિ હોય, અને તમે પુરુષ બનીને ઓફીસ-અવર્સ છોડીને બાકીનો સમય પત્ની,બહેન કે માતાને ઓર્ડર આપીને જ કામ ચલાવતા હોવ તો એમાં તમે સન્માનને પાત્ર નથી બની જતા.
ઘણાને થશે કે સ્ત્રીઓ એવું તે કેટલું સહન કરી લેતી હોય છે કે તેઓ સન્માનને પાત્ર બની જાય છે. તો એના જવાબમાં, ખાલી એક વાર તમારા જીવનની એક મહત્વપૂર્ણ સ્ત્રીને પ્રેમ કરો, અને ફક્ત વિચારો કે એ તમને બદલામાં એટલો જ પ્રેમ નાં કરતી હોત તો? બસ એ જવાબ તરીકે ઉદ્ભવતી ફીલિંગ્સ તો રોજબરોજની ઘટના છે.
કોઈપણ જાતના બદલાની અપેક્ષા વગર સતત બધાને પ્રેમ કરતા રહેવું તેનું નામ સ્ત્રી, અને આ જ અપેક્ષારહિત જીવનને સલામ કરવા માટે જરૂરી છે મહિલા દિનની ઉજવણી. કેમકે, "यत्र नार्यस्तु पूजयन्ते, रमन्ते तत्र देवता:"