Sunday, April 25, 2010

ગુજરાતી બચાવો સંસ્કૃતિ બચાવો : ખરેખર?????

હમણાં ફેસબુક ઉપર એક પેજ જોયું. જેનું નામ હતું “ગુજરાતી બચાવો સંસ્કૃતિ બચાવો”



સૌ પ્રથમ તો એક સવાલ... કોઈ સંસ્કૃતિ કે કોઈ ભાષા ને બચાવવાની જરૂર ક્યારે પડે? જયારે એ મરી રહી હોય ત્યારે.... ખરું? અને ભાષા મરે ક્યારે? જયારે એ ભાષા નવી પેઢી ને અનુસાર પોતાને બદલવા તૈયાર ના હોય ત્યારે....



આજે દુનિયાભરમાં ઈંગ્લીશની આટલી બોલબાલ છે...શા માટે? કારણ એક્દમ સિમ્પલ છે, એ ભાષા એ પોતાને માનવ સમાજ પર ભારે થવા દીધી નથી, તમે ગમે તે રીતે, ગમે તે સ્ટાઈલમાં આ ભાષા બોલી શકો છો અને પેઢી દર પેઢી એમાં જરૂર પ્રમાણે ફેરફાર થતા જાય છે.. આજે આપણે જે ઈંગ્લીશ બોલીએ છીએ એ આજ થી ૨૦-૩૦-૪૦-૫૦ વર્ષ પહેલા નહોતી બોલાતી, ઉપરાંત આજે જે શબ્દો જે મૂળ ભારતીય ભાષા નાં છે એ પણ આપણે બિન્દાસ વાપરીએ છીએ. આ બધું જોઈને શું કોઈ બ્રિટિશરએ આનો વિરોધ કર્યો? ના... શા માટે? શું એમને એમની ભાષા પ્રત્યે પ્રેમ નથી? ગર્વ નથી? ઓફકોર્સ એમને છે... તો શું એમને એમની સંસ્કૃતિ લુંટાઈ જવાનો ભય છે? ના એમને એ ભય નથી, કારણ સરળ છે: એમની સંસ્કૃતિને સમયની સાથે બદલાતા આવડે છે.



જયારે આપણે??? આપણને સમય ની સાથે બદલાવું ગમતું નથી. એના સૌથી સરળ ઉદાહરણ તરીકે કોઈ પણ ગુજરાતી ડીક્શનેરી લઇ જુઓ. ઈ.સ. ૧૯૪૦ પછી એમાં કોઈ નવી આવૃત્તિ બહાર આવી નથી,કારણ? આપણો શબ્દભંડોળ ત્યાં જ અટકી ગયો છે, અને એ કોઈ ને બદલવામાં રસ પણ નથી. કારણકે આપણા સાહિત્યના સભ્યો: લેખકો,કવિઓ વગેરે ભદ્રંભદ્રનાં સીધા વારસદાર છે. આજની ગુજરાતી સીરીઅલોમાં જે ડાયલોગ હોય છે એ સાંભળીને તમે જો આજની પેઢી પાસેથી ગુજરાતીની કદર કરવાની આશા રાખશો તો સોરી,અમે એ નહિ કરી શકીએ, કારણકે અમને શેક્સપીયરનાં ઈંગ્લીશથી પણ નફરત છે અને ભદ્રંભદ્રના ગુજરાતીથી પણ નફરત છે. કારણકે એ અમારી ભાષા નથી,એ સામાન્ય લોકો ની ભાષા નથી. It’s for class and not mass.



આજે દક્ષિણ ભારતમાં, ત્યાંની યુવા પેઢી તેમની માતૃભાષાને લઈને જાગૃત છે કારણકે એ ભાષાઓએ, તેમનાં સાહિત્યે યુવા પેઢીને અનુરૂપ લખ્યું છે, અને એ પેઢીને રસ પડે એ ભાષામાં,નહિ કે ભદ્રંભદ્ર કે શેક્સપિયરની ભાષામાં. જયારે ગુજરાતીમાં માંડ આંગળીના વેઢે ગણાય એટલા લેખકો યુવાપેઢીની ભાષા બોલે છે,અને બાકીના સાહિત્યકારો એમનો વિરોધ કરે છે. આ કરચલાવૃત્તિનાં રહેતા તમે આજની પેઢીને ભાષાનું ગૌરવ લેવાનું કઈ રીતે કહી શકો?



અને જો ગુજરાતીને બચાવવાની જરૂર આવી પડી હોય એવી કટોકટી સર્જાય તો પછી એવી ભાષાને સાચવીને કામ શું છે???



આવું જ સંસ્કૃતિનું છે, આપણે આપની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની યશોગાથા ગાતાં બેસી રહીશું તો સંસ્કૃતિનો કંઈપણ ઉદ્ધાર નથી થવાનો, અને એમ જ સંસ્કૃતિ મરી પરવારશે. ૫૦૦૦ વર્ષ પહેલા જે પણ હતું તે એ સમયને અનુરૂપ હતું અને સમય સાથે તાલ મેળવીને ચાલવાથી જ સંસ્કૃતિની ગરિમા જળવાશે નહિ કે નવીનતાનો વિરોધ કરવાથી.



આનાથી વધારે તો શું કહું?? સમજદાર કો ઈશારા હી કાફી હૈ...

13 comments:

  1. આપણે આપની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિની યશોગાથા ગાતાં બેસી રહીશું તો સંસ્કૃતિનો કંઈપણ ઉદ્ધાર નથી થવાનો, અને એમ જ સંસ્કૃતિ મરી પરવારશે.

    +1
    thing is to see and interpret the choice of mass.when there is a problem,there is always a misinterpretation problem..p6i e ram mandir hoy ke ramsetu ke p6i ras-garba...

    ReplyDelete
  2. ઈ.સ. ૧૯૪૦ પછી એમાં કોઈ નવી આવૃત્તિ બહાર આવી નથી,કારણ? આપણો શબ્દભંડોળ ત્યાં જ અટકી ગયો છે,

    શું શબ્દકોશની આવૃતી બહાર ના પડી હોય એટલે એવું માનવાનું કે તેમા શબ્દભંડોળ નથી વધ્યુ ? શબ્દ ભંડોળની નવી આવૃતિ ના બહાર પડવી તે આપણી માતૃભાષા પ્રત્યેની ઉદાશીનતાની સાબીતી છે. બીજુ આજે ગુજરાત ના કોઈ મેટ્રોસીટીમા ધો.૫-૭ માં ભણતા બાળકને ગુજરાતીમા લખવાનું કહેશો તો જો તે અંગ્રેજી માધ્યમમા ભણતો હશે તો બીચારો મુંજાઈ જશે. ધો.૧૦ મા ઓપ્શનલ સબજેક્ટ તરીકે સંકૃત,કોમ્યુટર(હું ભણતો ત્યારે ટાઇપ),શા.શિક્ષણ માથી કોઈ બે લેવાનૂ થાય તો મોટા ભાગે કોમ્યુટર અને શા.શિક્ષણ લેશે કારણ કે તેમા પ્રેક્ટીકલના માર્ક શાળાના શિક્ષકે જ મુકવા ના હોય ને. આ આપણી કરૂણતા છે. રહી વાત ૫,૦૦૦ વર્ષ જુની સભ્યતાની તો ભારતીય સભ્યતા સિવાય કઈ સભ્યતા આટલો સમય બચી છે ? આટ-આટલા વિદેશી આક્રમણો થયા સિવાય આજે પણ આપણે તે સભ્યતાનો ગર્વ લઈ શક્યે છીએ તેનુ એક માત્ર કારણ તેની સ્થિતિસ્થાપકતા (ફ્લેક્ષીબીલીટી) છે.

    અને હા મે પણ મારા બાળકને અંગ્રેજી માધ્યમમાં મુક્યો છે કારણ કે ગુજરાતી ભાષાના ભવિષ્ય કરતા મને તેના ભવિષ્યની વધુ ચિંતા છે. આ એક નગ્ન સત્ય છે.

    ReplyDelete
  3. જાગ્રતભાઈ, સંસ્કૃતિ જો ફ્લેક્સિબલ હોય તો ભ્રષ્ટ થઇ જવાની ચિંતા જ નથી રહેતી. અને જો શબ્દભંડોળ વધ્યો હોય તો એને સામાન્ય માણસ સુધી પહોંચાડવા માટે તમારે પ્રયત્ન કરવા પડે, જે કોઈ કરવા તૈયાર નથી. હવે તે દિવસે ઘરે કોઈ સીરીઅલમાં એક ડાયલોગ સાંભળ્યો હતો, " આ વાતનો હું જરૂર પ્રતિશોધ લઈશ", હવે જ્યાં ગુજરાતી સીરીઅલ્સ જોવાવાળી પબ્લીકને આ શબ્દનો અર્થ જ નાં ખબર હોય તો એને વાપરવાનો અર્થ શું?? જિંદગીના ૧૮ વર્ષ ગુજરાતી મીડીયમમાં ભણ્યા પછી પણ આ શબ્દનો અર્થ મારે પપ્પાને પૂછવો પડ્યો. આના કરતા સીધેસીધો એ રાઈટરે વેર કે બદલો શબ્દ વાપર્યો હોત તો કોઈ એને મારી નાખવાનું હતું???

    અને જિંદગીમાં દરેકે પ્રેક્ટીકલ બનવું જ પડે, અને બનવું જ જોઈએ,એટલે સાચું કહું તો કાં તો ઈંગ્લીશને પહેલેથી ફરજીયાત કરવી જોઈએ અથવા તો પછી ઘરમાં "ફરજીયાત ગુજરાતી" નો આગ્રહ રાખવો જોઈએ.

    ReplyDelete
  4. બેન ખાટલે મોટી ખોટ તે જ છે...

    ગુણવત શાહ ની બુક "સેક્યુલર મુરબ્બો" કાલે જ પુરી કરી. મે વાંચી તે પહેલા મારા એક મીત્ર પાસે હતી. તેને જ મે અમદાવાદ ના કોઈ પુસ્તક મેળા માથી લેવાનું કહ્યુ હતું. મે તેને પુછ્યુ કે કેવી લાગી.. તો કહે બહુ વાગી.. પહેલુ પ્રક્રણ વાચતા વાચતા નેટ ઉપર ભગદોમંડળ ખુલુ રાખવું પડ્યુ અને ૪ થી ૫ વખત તેનો ઉપયોગ કરવો પડ્યો. તે કાઈ બબુચક ના હતો પણ મે વાંચી ત્યારે વચ્ચે મને પણ તેવો જ અનુભવ થયો. શા માટે નવી પેઢી ગુણવંત શાહ કરતા ચેતન ભગતને વાંચે છે ? કારણ તપાશીશું તો ખબર પડશે. હું બહુ મોટો તત્વચિંતક નથી પણ એટલી તો ખબર છે કે પરાણે કાઈ પણ વધુ સમય ચલતું નથી.. તેવું જ ગુજરાતી ભાષાનું છે. કહેવાતા સાહિત્ય હિતરક્ષકો જેટલો શક્તિવ્યય આવી ચિંતામા કરે છે તેના કરતા આટલો જ સમય તે લોક ભોગ્ય અને નવી પેઢી ને અનુરૂપ સાહિત્ય સર્જનમા કરે તો પછી ચિંતા જ કરવાની ક્યા આવે છે.

    રહી વાત ગુજરાતી ફિલ્મ અને ટીવી સિરિયલની તો વિડીયો એડીટર તરીકેની ખુબ જ ટુકી એક જોબમા ગુજરાતી ની અમુક સિરીય એડીટ કરવાનું સોભાગ્ય મળ્યુ છે અને ત્યારે માથા કુટવાનું મન થયુ છે. આજે હોલીવુડ "અવતાર" સુધી પહોચી ગયુ છે ત્યારે આપણૂ ઢોલીવુડ હજી પણ બાબા આદમ ના જમાનામા પડ્યું છે. ભગવાન બચાવે દર્શકો ને.

    ReplyDelete
  5. એ જ મેં કહ્યુંને, કે આપણા સાહિત્યકારો જ જ્યાં નવી પેઢી ને સમજી નથી શક્યાં, ત્યાં તમે નવી પેઢી પાસે એમને સમજવાની અને સ્વીકારવાની અપેક્ષા કઈ રીતે રાખી શકો???

    ભદ્રંભદ્ર એ સમયમાં હાસ્ય-નવલ માં ગણાયી પણ સાચું કહું તો ૧૦મા માં એનું એક ચેપ્ટર અમારે ભણવામાં હતું, અને મને બિલકુલ પણ હસું ના આવ્યું. દરેકનો એક સમય હોય અને એ એ સમય પૂરતું જ સારું રહે, આ વાત દરેક ક્ષેત્રને લાગુ પડે છે, હવે તમે ૭૦ વર્ષનાં માણસની વાતોને ૧૭ વર્ષનાં ટીનેજરનાં મનમાં કઈ રીતે પચાવી શકો?? એ બેની વચ્ચે ઢગલાબંધ જનરેશન આવી ગઈ અને માણસની સમાજ અને ચોઈસ નામની વસ્તુ તો હોય ને યાર...

    ReplyDelete
  6. Well said & agreed ditto with u. Aree,'pratishodh' shabad tau bahu sahelo 6e.. yaar! :P
    Ur this blog post resemble sm writers article ;)
    Any language or culture needs flexibility and easy accessibility to grow. One reason abt. eng.'s popularity is, it has accepted, absorbed many words frm diff. lang.s around the globe. I have strong doubt abt. our today's so called sanskruti that we're following, that it must be 5ooo yrs old. As we have accepted mostly India's invader's culture. Nobody can bound culture or language in one era only. It needs flawless, lucid conditions. :)

    ReplyDelete
  7. i love this article...AK u r just great...and u have said wht exactly we are facing...

    old is gold but new is also require as par generation...

    they who say gujarati mari rahi chhe ...i think actually they think if they die then no1 will speak gujarati so more..

    they are bullshit who says gujarati mari rahi chhe or aapdi sanskriti mari rahi chhe..[:X]...

    great work u have done AK...keep it up..

    ReplyDelete
  8. @ Minaldi...
    "Ur this blog post resemble sm writers article ;)"

    lol for that... :D should I do something like VK??? as he sent his article in Sandesh or something ;)

    JK...

    ReplyDelete
  9. સંમત .
    "ઓલ્ડ ઇસ ગોલ્ડ' .. સુંદર વાક્ય છે... પણ આજ ની બિરિયાની આવતે મહીને ના ખવાય.. નહિ સુધારવા માંગતા કે નવા વિચારો નહિ ધરાવતા લોકો ના બહાના છે...

    ગુણવંત શાહ ની બાબત માં કોઈક મારા જેવું નીકળ્યું. તેમની કૃષ્ણ ઉપર ની કોઈક ચોપડી મેં ચાર વાર શરૂ કરી ને મૂકી દીધી, કારણ આજે સમજાયું....


    એક સુચન : તમારી ઉમર ના લોકભોગ્ય સાહિત્ય લાખો, નેટ ઉપર મુકો, facebook ઓરકૂટ વગેરે થી બીજા ને વાંચવો. બ્લોગ થી વધારે ...

    ReplyDelete
  10. English is an international language, gujju is a regional. We just can't compare them with each other!!

    When we speak in english, we say, "where r my shoes". if the same thing is to be said in gujju, the word "shoes" is used as it is, which implies that the word has been accepted in gujju, no matter we include them in dictionary or not.

    same as paratha, dhoti, lungi & jagarnaut r paratha dhoti lungi & jagannath; taametu, batetu, cactus, bill, lediz, foreign & mummy are respectively tomato, Potato, cactus, bill, ladies, foreign & mommie respectively.

    infact, the very rudimentary word used by the gujju infant when the nappy gets wet has a foreign origin.

    ReplyDelete
  11. Bhushanbhai.... ahiya compersion no sawal nathi, sawal khoti bumabum no chhe k Yuvapedhi matrubhashane bhuli rahi chhe...

    ReplyDelete
  12. * મારા હિસાબે અત્યારના કાળમાં જેટલી ગુજરાતી લોક-"પિય" છે એટલી પહેલા તો ન'તી! નેટ પર સૌથી વધુ પ્રચાર અને પ્રસાર કરનાર યુવાનો જ છે!

    # - # - # - # - # - # - # - # - #- # - # - # - #

    * અમેરીકનોના કારણે અંગ્રેજી વધુ ફેલાઈ હોય એવું નથી? બ્રિટીશરો તો પ્રમાણમાં સંકુચિત જ હતા/છે.

    ReplyDelete