હમણાં જ એક અઠવાડિયાથી પણ ઓછા સમયગાળામાં મેં બે ડાયલોગ્સ સાંભળ્યા:
Dialog 1:
“ના બાપા!!!! તમે લોકો તો તમારા ફિલ્ડના જ પાર્ટનર્સ શોધજો, પછી અમારી પસંદ જોડે એડજસ્ટમેન્ટ ના થાય તો અમારે પાછલી ઉમરે ખોટું સાંભળવું નથી”
“એ વાત તો બરાબર પણ યાર મમ્મા, મને અત્યારે ત્રણ-ચાર છોકરાઓ ગમે છે, એમાંથી ફાઈનલ કરવામાં તો મદદ કરજે, પ્લીઝ”
“ઓકે, એ વખતની વાત એ વખતે, પણ હા, અમે તારા માટે છોકરો નથી શોધવાના એ વાત નક્કી જ છે”
Dialog 2:
“મમ્મી, મને XYZ ગમે છે, તો હું કોઈ બીજી છોકરી જોડે શું કરવા લગ્ન કરું?”
“એટલા માટે કે એ છોકરી આપણી નાતની નથી, બીજી નાતની- બીજા કલ્ચરની છે”
“પણ એનાથી શું ફરક પડે છે??? અને આવી રીતે જોર-જબરદસ્તીથી કોઈપણ અજાણી છોકરી જોડે હું કઈ રીતે marriage કરું?? અમે બે આજ પહેલા મળ્યા પણ નથી, અને આવી રીતે અડધા-પોણા કલાકમાં કોઈ ને મળીને હું કઈ રીતે નક્કી કરી શકું?”
“કેમ એમાં શું છે? મેં અને તારા પપ્પા એ પણ એ જ રીતે લગ્ન કરેલા છે, તો તને શું વાંધો છે?”
“.....”
“...”
& it goes on and on and on... જ્યાં સુધી “બકરો” શહીદ ના થઇ જાય....
**************
આખી દુનિયામાં ભારત જ એક એવો દેશ છે જેમાં લોકો પોતાની લાઈફ અને વાઈફ (or હસબન્ડ) માટે પોતાના માતા-પિતાને આશરે રહે છે અને એવું પણ નથી કે એ લોકો પ્રેમમાં કે લવ-મેરેજમાં વિશ્વાસ નથી કરતા, કેમકે આજે જ્યાં ટીનએજની શરૂઆત થતા પહેલા પ્યુબર્ટી આવી જતી હોય ત્યાં ઓપોઝીટ સેક્સ તરફ એટ્રેક્શન/લવ ના થાય એ શક્ય નથી.
આ દેશમાં લોકોનું દિલ બદલાવ ઈચ્છે છે, પણ મગજ કહે છે કે આપણે જે રીતે વર્ષોથી જીવ્યા છે એમાં કંઈ ખાસ ફેરફાર ના થવો જોઈએ અને એટલે જ આજે આપણે ટેકનીકલી આગળ વધ્યા તો છીએ પણ એક રીતે જોઈએ તો હજી પણ બારમી સદીમાં જ છીએ.
આજનો યુવક બધું જ ફાસ્ટ ઈચ્છે છે, પોતાની ઈચ્છા પ્રમાણે જીવવા ઈચ્છે છે. અને એને કોઈ બાંધે એ એને પસંદ નથી પડતું, પછી એ એની કરીઅર હોય કે લાઈફ.
હવે અહિયાં સૌથી મોટો પ્રોબ્લેમ ત્યારે થાય છે જયારે લાઈફ પાર્ટનર નો સવાલ આવે છે. છોકરા/છોકરી ને પોતાની પસંદ જોડે પરણવું હોય છે અને મા-બાપ ને એ લોકોની પસંદ જોડે પરણાવવા હોય છે. આમાં થી ઊભો થાય સંઘર્ષ અને એનું અંતિમ રીઝલ્ટ ક્યાં તો પેરેન્ટ્સનો કાયમી ગુસ્સો આવે ક્યાં તો લાઈફ ( અને વાઈફ પણ) જોડે કરવામાં આવતી એક પ્રકારની સમજુતી, જે થોડા સમય પછી પાર્ટનર જોડે ના ઝગડામાં પરિણમે.
એનો મતલબ એમ પણ નથી કે લવ મેરેજમાં ઝગડા ના થાય, પણ એટલીસ્ટ એક વાતની શ્યોરિટી લવ-મેરેજમાં રહે કે, તમે ગમે તેટલું ઝગડો અંતે તો તમે ફરીને એ જ વ્યક્તિને પામવા ઈચ્છો, કારણકે એ તમારી પોતાની પસંદ છે અને તમે કોઈને જો ખરેખર ચાહતા હોવ તો ગમે તેટલા રુસણા પછી મનામણાં આપમેળે થઇ જતા હોય છે.
લોકો માને છે કે લવ-મેરેજનું અંતિમ પરિણામ છૂટાછેડા જ આવે છે, પણ હું એવા કપલ્સને પણ ઓળખું છું જેમણે સમાજ(મતલબ કે ઘરવાળા)ની વિરૂદ્ધમાં જઈને લગ્ન કર્યા હોય (ઓફકોર્સ લવ મેરેજ) અને ચાર-ચાર દાયકા સુધી સાથે રહ્યા હોય.
આમ જુઓ તો મેરેજ એક ઉત્સવ છે, It’s celebration of Love. દુનિયામાં કશે પણ-ભારતને છોડીને- આમ અરેન્જ મેરેજ અને લવ મેરેજ એમ ભાગ નથી પાડવામાં આવતા. ખાલી ભારતમાં જ આ મહાન ઉત્સવમાં જે લોકોને પરણવાનું હોય છે એ લોકોની મરજી નથી જોવામાં આવતી.
આ આખી ચર્ચાનો મતલબ એમ પણ નથી કે લવ-મેરેજ એક સ્વપ્ન સમાન બાબત છે. હવે આજના પેરેન્ટ્સ પણ બદલાઈ રહ્યા છે, પહેલી ઘટનામાં જોયા એવા પેરેન્ટ્સ પણ છે, પરંતુ બહુ જ ઓછી સંખ્યામાં. મેજોરિટી સમાજ બીજી ઘટનાના પેરેન્ટ જેવો છે. સંતાનના સુખ ખાતર કંઈપણ કરવા તૈયાર મા-બાપ એ લગ્નની બાબતમાં પણ એ લોકોનું સુખ જોવાની જરૂર છે, નહિ તો “બકરા” શહીદ થયા કરશે..